લગ્ન પ્રસંગે અપાતા માઁ માટ ( માટલું ) નું મહત્વ
મારા અનેક જન્મના પુણ્યનો ઉદય થયો ને મારા ઘરે લક્ષ્મી સ્વરૂપે #દિકરી આવી અને તેથી જ #કન્યાદાન નો અમુલ્ય લ્હાવો અમને મળ્યો.
આંખોમાં આંસુ ના સમુદ્ર રોકીને તને વિદાય આપી રહી છું , અને સાથે મમતા સ્વરૂપે માઁ માટલું અર્પુ છું..!!
તારા જન્મથી આજ સુધી મે પ્રત્યેક ક્ષણને #સંસ્મરણો બનાવી હ્રદય મા સમાવી છે, તને #આશિષ આપું છું કે, તું સદા #મહેકતી રહે.
માઁ માટ (માટલું ) મા #મગ જેવી વસ્તુઓ ભરી સદા તારું #માંગલ્ય ઈચ્છું છું.
માઁ માટ (માટલું ) મા #મીઠાઈ મુકી ઈચ્છું છું કે તારું જીવન સદા મીઠાશથી ભરેલુ રહે..!!⚘💕
ઉપર #લીલુ વસ્ત્ર મુકી. ઢાંકી એ જ #કામના કરીશ કે તારા ઘરે સદા #લીલા #લહેર રહે.
તારા ઘરે હંમેશા #લક્ષ્મીનો વાસ રહે.
માઁ ના હ્રદયની #મમતાની ધારને એક માટલામાં કેમ સમાવી શકાય ? એટલે
માઁ માટ (માટલું ) માં #શુકન વંતી વસ્તુઓ સાથે મારી #મમતા ભરું છું..!!⚘💕
મારા અંતરના આશિષ ભરું છું, કે તુ તારા ઘરે સદા સુખી રહે, તારુ #સૌભાગ્ય અખંડ રહે
દૂધમાં સાકર ભળે તેમ ત્યાં સંપીને સાથે ભળી જજે સૌની સેવા કરી બન્ને #કુળનું નામ રોશન કરજે.
માઁ માટ (માટલું ) એ માત્ર ધાતુનું વાસણ નથી, માઁ ની મમતાનું અમુલ્ય પ્રતિક છે..!!⚘💕

#WA
#અનામિ
AS 🌾
You can follow @AAlkA_Suthar.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.